
10,000ના ખર્ચમાં 21 લાખની કમાણી, ચંદન જેવું ચંદન પણ આ ઝાડની ખેતી સામે પાણી ભરે
જો તમારી પાસે વધુ મોટું ખેતર નથી અને બસ 1 એકર જેટલી નાનકડી જ જમીન છે અને તેમ છતાં તગડી કમાણી કરવી હોય તો ચંદન કે સાગ વાવવાની જગ્યાએ આ ઝાડ વાવી દો. સાવ ઓછો ખર્ચ, ચોરાવાની બીક નહીં અને 1 એકરમાં 21 લાખની કમાણી થઈ સમજી લો.ભારતમાં ઘણા ખેડૂતો સાગ, સીસમ અને મહોગની જેવા વૃક્ષો વાવીને લાખો કરોડોમાં કમાણી કરે છે. આ વૃક્ષોના લાકડા તૈયાર થવામાં વર્ષોનો સમય લાગે છે. ઘણી વખત લણણી પૂર્ણ થયા પછી પણ સારો નફો નથી થતો. ત્યારે અમે તમારી એક અદ્ભુત છોડની વાવણીનો આઈડિયા લઈને આવ્યા છીએ. આ છોડ 6થી 10 વર્ષમાં તૈયાર થઈ જાય છે. વેપારીઓ તેની વાવણી કરીને લાખો નહીં પણ કરોડો કમાય છે. આ છોડની વાવણીથી થશે લાખોમાં કમાણી :- પશ્ચિમ ચંપારણ જિલ્લાના ખેડૂતો ઉજ્જડ જમીન પર સફેદા લગાવતા જોવા મળે છે. સફેદા ખેતરોમાંથી પાણી અને ભેજ શોષી લે છે. તેમજ પોપલર જેવા વૃક્ષોના પાંદડા ખરવાથી ખેતરોમાં પાકનું ઉત્પાદન અટકી જાય છે. જેથી ઘણા ખેડૂતોએ ઇમારતી લાકડાના ઝાડ 'મિલિયા દુબિયા' એટલે કે માલાબાર લીમડાની ખેતી શરૂ કરી છે. આ છોડ વાવીને ખેડૂતે 6 વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ખેડૂત રવિકાંત પાંડેએ જણાવ્યું કે માલાબાર લીમડાના એક છોડની કિંમત લગભગ 30 રૂપિયા છે. જો કોઈ ખેડૂત આ છોડને એક એકર જમીનમાં 10 ફૂટનું અંતર રાખીને વાવે છે, તો એક એકરમાં લગભગ 350 છોડ ઉગી શકે છે, જેનો ખર્ચ માત્ર 10,500 રૂપિયા થાય છે. 6 વર્ષમાં થશે 21 લાખની કમાણીરવિકાંત કહે છે કે સારી વાત એ છે કે, માલાબાર લીમડાના છોડ માત્ર 6 વર્ષમાં તૈયાર થઈ જાય છે. તમે તેમના લાકડાને પ્રતિ કિલોના ભાવે વેચીને સારો નફો કમાઈ શકો છો. માલાબાર લીમડાના ઝાડમાંથી લગભગ 10 ક્વિન્ટલ લાકડું મળે છે, જેને તમે 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચી શકો છો. આમ 6 વર્ષમાં એક વૃક્ષમાંથી 6000 રૂપિયા અને એક એકરમાં વાવેલા 350 વૃક્ષોમાંથી લગભગ 21 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે. 10 વર્ષમાં થઇ જશો કરોડપતિજો તમે આ ઝાડને 10 વર્ષ સુધી રાખો, તો તેની કિંમત ઘણી વધી જાય છે. જણાવી દઈએ કે, 10 વર્ષમાં માલાબાર લીમડાના વૃક્ષના લાકડાની ગુણવત્તા ઘણી સારી બને છે. ત્યારે તમે તેને કિલોના ભાવે વેચવાને બદલે ફર્નિચર કંપનીઓને સીધું વેચાણ કરી શકો છો. જ્યાં તેની કિંમત એક હજાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ સુધી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, 10 વર્ષમાં એક માલાબાર લીમડાના ઝાડમાંથી 30થી 50 ચોરસ ફૂટ લાકડું મળે છે. જો તમે 30 ચોરસ ફૂટથી શરૂઆત કરો, તો 10 વર્ષમાં એક વૃક્ષની કિંમત 30,000 રૂપિયા જેટલી થઈ શકે છે. આમ તમે એક એકરમાં વાવેલા 350 વૃક્ષોથી એક કરોડથી વધુની કમાણી કરી શકો છો. (ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ ખેતીને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)