મુખ્ય સામગ્રી પર જાઓ
₹400 પ્રતિ કિલોની કિંમત! ચોમાસા દરમિયાન આ પાકની ખેતી કરીને માત્ર 40 દિવસમાં સંપત્તિ કમાવવાની તક.
news18

₹400 પ્રતિ કિલોની કિંમત! ચોમાસા દરમિયાન આ પાકની ખેતી કરીને માત્ર 40 દિવસમાં સંપત્તિ કમાવવાની તક.

જો તમે આ ચોમાસામાં પરંપરાગત ખેતીથી અલગ જઈને ઓછા સમયમાં મોટી કમાણી કરવા માંગો છો, તો તમારા માટે એક સારો મોકો છે. સામાન્ય રીતે લોકો કોથમીરની ખેતી માત્ર શિયાળાની સિઝનમાં કરે છે, પરંતુ ચોમાસાની સિઝનમાં કોથમીરના પત્તાની માંગ બજારમાં આસમાને પહોંચી જાય છે. નવી દિલ્હીઃ જો તમે આ ચોમાસાની સિઝનમાં 30 દિવસોમાં ઢગલો રૂપિયાની કમાણી કરવા માંગો છો, તો અમે તમારા માટે એક જોરદાર ખેતીનો આઈડિયા લઈને આવ્યા છીએ. આ ખેતીથી તમે ગણતરીના દિવસોમાં જ ખર્ચ કરવા વધારે નફો મેળવી શકો છો. 25-30 દિવસમાં કાપણી- કોથમીર એક એવો શોર્ટ ટર્મ પાક છે. બાગાયત નિયામકમંડળના પ્રમાણે, તેની પહેલી કાપણી માત્ર 25થી 30 દિવસોમાં કરી શકાય છે. કોથમીરની વિશેષતા એ છે કે, જો તેને મૂળથી ઉખાડવાની જગ્યાએ માત્ર ઉપરથી કાપવામાં આવે તો તેની 2થી 3 વખત ફરી કાપણી કરી શકાય છે. એટલે કે, એક વખત બીજ લગાવીને ખેડૂતો કેટલાય મહિનાઓ સુધી સતત નફો કમાઈ શકે છે. આ જ કારણ છે કે, તે ટૂંકાગાળામાં નિયમિત આવક આપનારા પાકોમાં જાણિતી છે. કેમ ફાયદાકારક છે કોથમીરની ખેતી?- તેનો પાક ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. બજારમાં આખું વર્ષ તેની માંગ રહે છે. લીલા પત્તા અને બીજ, બંનેથી કમાણી થાય છે. રસોઈથી લઈને હોટલ અને ફૂડ ઈન્ડસ્ટ્રી સુધી તેની માંગ છે. કોથમીરની ખેતી વખતે રાખો આ 3 બાબતોનું ધ્યાન- (1). માટીને નરમ રાખો- ચોમાસાનાં સમયમાં ખેતોમાં પાણી ભરાવ ન થવો જોઈએ, પરંતુ જમીનમાં થોડો ભેજ રહેવો જરૂરી છે, જેથી બીજને અંકુરિત થવામાં મદદ મળે. તેના માટે સારા જળ નિકાસીવાલા ઊંચા તળિયાવાળા ખેતરોની પસંદગી કરો. (2). નિયમિત તાપ- છોડના સારા વિકાસ અને પત્તામાં સારી ખૂશ્બૂ માટે નિયમિત રૂપથી સૂર્ય પ્રકાશ મળવો જરૂરી છે. (3). ખૂશ્બૂ, સ્વાદ અને તાજગી- યોગ્ય દેખરેખથી તૈયાર કોથમીર તેની ખુશ્બૂ અને તાજગીના કારણે તે સ્થાનિક બજારોમાં ઊંચા ભાવે તરત જ વેચાય છે. કમાણીનું ગણિત- ચોમાસાના દિવસોમાં અવારનવાર ભારે વરસાદને કારણે બજારોમાં લીલી કોથમીરની આવક ઘટી જાય છે. અત્યારે બજારમાં લીલી કોથમીર ₹400 પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે. આવી સ્થિતિમાં, જો ખેડૂતો આધુનિક પદ્ધતિથી અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરીને કોથમીરનું વાવેતર કરે, તો માત્ર 40 દિવસની મહેનતમાં ખર્ચ કરતાં અનેક ગણો વધુ નફો કમાઈ શકે છે. (ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ ખેતીને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)