મુખ્ય સામગ્રી પર જાઓ
Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી, 40 થી 50 કિમિ ઝડપે પવન ફૂંકાઇ શકે છે
Gujurat First

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી, 40 થી 50 કિમિ ઝડપે પવન ફૂંકાઇ શકે છે

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળો પર વીજળી કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન સિઝનલ ટ્રફ શેયર ઝોન સક્રિય છે, 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મોટા ભાગના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે આ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 164 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી છે. જેમાં સૌથી વધુ કહેર સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજુલામાં નોંધાયો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજુલામાં નોંધાયો છે, જ્યાં 10.79 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ ધારીમાં 9.21 ઈંચ અને ખાંભામાં 6.81 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુબીરમાં 5.16 ઈંચ, સાવરકુંડલામાં 5.04 ઈંચ, જાફરાબાદમાં 4.92 ઈંચ, ડાંગમાં 4.57 ઈંચ, વિજયનગરમાં 4.49 ઈંચ, બગસરામાં 4.29 ઈંચ, લીલીયામાં 4.21 ઈંચ અને ઉનામાં પણ 4.21 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.