
Gujarat Weather Live: The department forecasts rainfall over the next 24 hours; સુરત, વલસાડ અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આજે 3 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેના પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે. Gujarat Weather Forecast Live Updates (03 July 2026) | ख४नुं हवामान परसाहः गु४रातमां છેલ્લા ત્રણ ચાર દિવસથ છૂટાછવાયા સ્થળોએ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસું જેમ જેમ રાજ્યમાંથી પસાર થઈ રહ્યું છે તેમ તેમ તેની જમાવટ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે સવારે 10 વાગ્યે કરેલી આગામી ત્રણ કલાક માટેની આગાડીમાં સુરત, જૂનાગઢ, નવસારી, વલસાડ સહિત 8 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અમદવાદ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની બપોરે 1 વાગ્યા સુધીની આગાડી હવામાન વિભાગે આજે સવારે 10 વાગ્યે જારી કરેલા મોન્સૂન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન એટલે કે બપોરે 1 વાગ્યા સુધીમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ભરૂચ, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ, બોટાદ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી આગાડી અનુસાર, આજે ૩ જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેના પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટની ચેતાવણી જારી કરાઈ છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમડાલ, છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, ગાંધીનગર, મહેસાણા, ખેડા, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 4થી 8 જુલાઈ કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાડી 4થી 8 જુલાઈ 2026 દરમિયાન ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, દાહોદ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન અમદાવાદમાં આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તેમજ શહેર અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહી શકે છે. Rajkot weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટ શહેર અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહી શકે છે. Surat Weather: सुरतमां आठे डेपुं रहेथे हवामान સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરત શહેર અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન ફૂંકાઈ શકે છે તેમજ અતિથી અતિભારે વરસાદની થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાની શક્યતા છે. Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરા શહેર અને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન ફૂંકાઈ શકે છે. ભારે વરસાદ થઈ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહી શકે છે. ધીમે-ધીમે ગુજરાતમાં વધી રહ્યું છે આગળ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતના કેટલાક ભાગો, ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, સમગ્ર દિલ્હી, મધ્ય પ્રદેશના મોટાભાગના ભાગો, હરિયાણા અને પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ચોમાસાની ઉત્તરીય મર્યાદા પોરબંદર, વલ્લભ વિદ્યાનગર, નીમચ, ટૉક, ભિવાની, ભટિંડામાંથી પસાર થઈ રહી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગુજરાત, મધ્ય પ્રદેશના બાકીના ભાગો, હરિયાણા અને પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વધુ વિકાસ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ગુજરાત પાસે દરિયામાં કરન્ટ જોવા મળશે, ઉંચા મોજા ઉછળશે આજે ગુજરાત પાસે દરિયામાં કરન્ટ જોવા મળશે તેમજ ઉંચા મોજા ઉછળી શકે છે. હવામાન વિભાગ અનુસાર,ગીર સોમનાથ, જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયામાં કરન્ટ જોવા મળી શકે છે. ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, કચ્છના દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. માછીમારો માટે શું છે ચેતાવણી આગામી 6 જુલાઈ 2026 સુધી જખૌ, માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મુળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 40-50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે તોફાની હવામાન રહેવાની શક્યતા છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતાવણી આપવામાં આવી છે.