
હવામાન વિભાગની તાજેતરની આગાહીઃ 2 જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' અને ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ'.
ગુજરાતમાં હવે ચોમાસાની ઝડપ વધવા લાગી હોય તેમ દક્ષિણ ગુજરાત તરફથી એન્ટ્રી કર્યા બાદ હવે ધીમે ધીમે અન્ય જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધતુ દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આજે બે જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ અને 10 જિલ્લામાં હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે જિલ્લામાં રેડ એલર્ટ જૂનાગઢ અને ગીર સોમનાથ 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પોરબંદર, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી 10 જિલ્લામાં યલો એલર્ટ રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અમદાવાદમાં કેવું વાતાવરણ? આજે ઘણા સમય બાદ અમદાવાદમાં વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે મોડી રાતે અમુક ભાગોમાં ઝરમરિયો વરસાદ વરસ્યો હતો પરંતુ હવે આજે મેઘરાજા ધોધમાર બેટિંગ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.