
હવામાનની આગાહી/ગુજરાતમાં આજથી 26 જુલાઇ સુધી વરસાદ માટે સુયોજિત; આજે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી.
હવામાન વિભાગના અનુમાન મુજબ 26 જુલાઈ 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે 1. આજથી 6 દિવસ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની અસર યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 26 જુલાઈ 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 2. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા 21 જુલાઈ 2026ના રોજ સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 3. 22 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે 22 જુલાઈ 2026ના રોજ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે તાપી, ડાંગ તેમજ રાજ્યના ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4. 23 અને 24 જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ 23 અને 24 જુલાઈ 2026 દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. 5. 25 જુલાઈએ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 25 જુલાઈ 2026ના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 6. 26 જુલાઈએ ઉત્તર-પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના 26 જુલાઈ 2026ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.