ઇયળોનો ખેલ ખતમ! મકાઈ, ડાંગર અને શેરડીના પાકને બચાવવા અપનાવો આ 5 દેશી ઉપાય
ઇયળ અને વિવિધ જીવાત મકાઈ, ડાંગર, શેરડી અને જુવાર જેવા પાકમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે. લીમડો અને અરણી જેવા કુદરતી ઉપાય અપનાવીને જીવાત અને રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે, જેનાથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા જળવાઈ રહે છે. 2 કિલો અરણીના પાન (ઔષધીય છોડ) કૂટી 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઈયળ પર નિયંત્રણ મેળવી શકાય છે. સ્મટ રોગ મુખ્યત્વે અનાજ અને ઘાસના પાકોમાં થાય છે. વાવણી પહેલાં અરણીના પાનના રસમાં પાકના બીજ રાત્રે પલાળીને વાવવાથી વૃદ્ધિ અટકવાની સમસ્યા અને સ્મટ રોગથી બચાવ થઈ શકે છે. વિનાશક ઇયળ જે મકાઈ, ડાંગર, શેરડી, જુવાર અને ઘાસચારા જેવા પાકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે. 20 કિલો બીજ માટે 2 કિલો લીમડાના પાનના રસમાં બીજ પલાળી રાખો. 12 કલાક પછી બીજ સુકવીને વાવવાથી ઇયળથી રક્ષણ મળી શકે છે. લીમડાના પાનનો પ્રભાવ આશરે 45 દિવસ સુધી રહે છે. લીમડાના પાન આશરે 75% આર્મી વોર્મનું નિયંત્રણ કરે છે અને પાકને સુરક્ષિત રાખે છે. રોગગ્રસ્ત છોડને દૂર કરીને નાશ કરો જેથી રોગનો ફેલાવો અટકે. રોગમુક્ત બીજનો ઉપયોગ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.