
પશુધનને ચેપી આંચળના રોગોથી બચાવવા માટેના 5 અસરકારક ઘરગથ્થુ ઉપચાર-તેની સારવાર કેવી રીતે કરવી તે જાણો!
પશુઓમાં થતો સ્તનનો રોગ એ એક ખતરનાક ચેપી રોગ છે. આ રોગમાં પશુના સ્તનમાં સોજો આવે છે. તેનાથી દૂધની ગુણવત્તા બગડી શકે છે. જો સમયસર દવા કરવામાં નહી આવે તો પશુ કાયમ માટે દૂધ આપવાનું બંધ પણ કરી શકે છે. કેળા અને કપુરનો ઉપયોગ : જો પશુના સ્તનમાંથી લોહી મિશ્રિત દૂધ આવે, તો એક કેળામાં કપુરની ગોળી નાખીને સવારે અને સાંજે 2 દિવસ સુધી ખવડાવવું જોઈએ. આથી લોહી આવવું બંધ થઈ શકે છે. કેટલાક લોકો ફટકડીનો દ્રાવ પણ આપે છે. ત્યારબાદ અર્જુનની છાલ (આયુર્વેદની ગુણકારી ઔષધિ) ઉકાળી ઠંડી કરીને 15 દિવસ સુધી પશુને પીવડાવવાથી લાભ મળી શકે છે. દેશી બોરના પાન : 300 ગ્રામ દેશી બોરના પાન કૂટીને સ્તનના આસપાસ 5 દિવસ સુધી લગાવવાથી સોજો ઘટી શકે છે. અજમો અને તલનું તેલ : 75 ગ્રામ અજમો 50 ગ્રામ તલના તેલમાં હળવું ગરમ કરીને સ્તન પર લગાવવાથી 3 દિવસમાં સોજો ઓછો થઈ શકે છે. મિસ્વાક / મહાપીલુ પાન (Salvadora persica) : 200 ગ્રામ પાન કૂટી ને તેનો રસ કાઢીને દિવસમાં બે વખત સ્તન પર લગાવવાથી 2 દિવસમાં સોજો ઉતરે છે. દૂધ બંધ થાય ત્યારે લાજવંતીનું મૂળ : 300 ગ્રામ લાજવંતીનું મૂળ કૂટીને 400 ગ્રામ પાણીમાં 1થી 2 કલાક ભીંજવી રાખો. પછી ગાળી ને દિવસમાં બે વખત 3 દિવસ સુધી પશુને આપવાથી દૂધ ઉત્પાદન વધી શકે છે. આ છોડ લગભગ 2 ફૂટ ઊંચો હોય છે. ગરમીમાં પાંદડા નથી રહેતા. લાલ રંગના ફૂલ આવે છે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. આવા કેસમાં તાત્કાલિક પશુચિકિત્સકની સલાહ લેવી અત્યંત જરૂરી છે.