મુખ્ય સામગ્રી પર જાઓ
વિદેશમાં બાગાયતી પેદાશોની નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતો માટે માહિતી.
Sandesh

વિદેશમાં બાગાયતી પેદાશોની નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતો માટે માહિતી.

વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલ ગુણવત્તાસભર બાગાયતી પાકોની પેદાશ વિદેશમાં નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતો જોગ સંદેશ વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલ ગુણવત્તાસભર બાગાયતી પાકોની પેદાશ વિદેશમાં નિકાસ કરવા ઈચ્છતા ખેડૂતો એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડકટસ એક્સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા(APEDA)ની વેબસાઈટ પર ઓનલાઈન ફાર્મ રજીસ્ટેશન કરવું જરૂરી છે. વેબસાઈટ પર ફોર્મ રજીસ્ટેશન કરવા તાકિદ જે લાભાર્થીઓ બાગાયતી ફ્રેશ ફળ અને શાકભાજી પાક જેવા કે સરગવા, લીલી મરચી વગેરે પેદાશોની વિદેશમાં નિકાસ કરવા માટે લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોકત જણાવેલ વેબસાઈટ પર ફોર્મ રજીસ્ટેશન કરવા પોતાના 8-અ, 7 અને 12 નકલ, રેશનકાર્ડ, આધારકાર્ડ, ખેતરનો કાચો નક્શો તથા ફાર્મ ડાયરી સાથે લઈને સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનીક કાગળો અરજી સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ, વડોદરાએ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.