ખેડૂત વાણી વિશે
ખેડૂત વાણી ગુજરાત ના ખેડૂત ભાઈઓ માટે બનાવેલ એક મફ્ત ઓનલાઈન સેવા છે. અમારો સીધો સાદો હેતુ છે કે ખેતી ને લગતી જરૂરી માહિતી ખેડૂત ને સહેલાઈ થી અને પોતાની ભાષા ગુજરાતી માં મળી રહે. મંડી ભાવ, હવામાન, સરકારી યોજના અને કૃષિ સહાય માટે ખેડૂત ને અલગ અલગ જગ્યાએ ભટકવું ન પડે, બધું એક જ જગ્યાએ મળે એ અમારો પ્રયાસ છે.
અમે શું આપીએ છીએ
- મંડી ભાવ — ગુજરાત ના 13 APMC ના રોજ ના તાજા બજાર ભાવ અને 30 દિવસ ની price chart.
- હવામાન — જિલ્લા પ્રમાણે આજ નું અને આવતા 7 દિવસ નું હવામાન, વરસાદ ની શક્યતા અને ખેત સલાહ.
- સરકારી યોજના — ખેડૂત ને લગતી સરકારી ખેત-સહાય યોજના ની માહિતી.
- કૃષિ સહાયક — 33 જિલ્લા અને તાલુકા પ્રમાણે ખેત માહિતી.
- સમાચાર — ખેતી ને લગતા સમાચાર.
અમારો પરિચય
ખેડૂત વાણી ની શરૂઆત વર્ષ 2026 માં રાજકોટ, ગુજરાત થી થઈ. અમે એક નાની ટીમ છીએ જે ખેડૂત ને ઉપયોગી અને ભરોસાપાત્ર માહિતી પહોંચાડવા માટે કામ કરે છે. અમારી બધી સેવા સંપૂર્ણ મફ્ત છે અને હંમેશા મફ્ત રહેશે.
સંપર્ક
કોઈ પણ સૂચન, પ્રશ્ન કે ભૂલ સુધારા માટે અમને WhatsApp પર સંપર્ક કરો. અમે Instagram અને Facebook પર પણ છીએ. અમારી માહિતી ના સ્રોત વિશે જાણવા માહિતી સ્રોત પેજ જુઓ.